Weather update: ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે?, જાણી લો હવામાન વિભાગની નવી આગાહી

ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. માર્ચ મહિનો શરૂ થતાં જ ઉનાળા અહેસાસ થવા લાગ્યો હતો. જો કે, હવે ગરમીથી થોડી રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. પવનની દિશા બદલાતા ગરમીથી થોડી રાહત મળશે એટલે કે, હાલ તાપમાનમાં કોઈ વધારો જોવા મળશે નહી. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે તેમ પણ હવામાન વિભાગના અધિરકારીએ જણાવ્યું છે.
હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી કરી છે કે, હાલ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો રહેશે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો, Horoscope: આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો કેવો રહેશે અન્ય લોકોનો મંગળવાર