Gujarat

સ્થાનિક ચૂંટણી પરિણામ LIVE: કમળના ઢોલ ઢમક્યા, પંજો પડ્યો ઢીલો

Oplus_131072

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થશે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી બે વોર્ડ (3 અને 14) બિનહરીફ જાહેર થયા છે, તો કુલ 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ (ભાજપ) જાહેર થઈ છે. એમ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે આજે મતગણતરી થશે. જયારે રાજ્યની 66 નગરપાલિકાઓમાં કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. તો કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ છે, જેમાં 162 ભાજપની, 1 બેઠક કોંગ્રેસ અને 04 બેઠક અન્યને મળી છે. ત્યારે આજે 1679 બેઠકો પર ચૂંટણીનું પરિણામ આવશે.

Gujarat Local Election Result 2025 LIVE

સ્થાનિક ચૂંટણી પરિણામ: કમળના ઢોલ ઢમક્યા, પંજો પડ્યો ઢીલો

વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારની જીત
ચલાલા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
હારીજ નગરપાલિકામાં ભાજપની ચાર બેઠક ઉપર જીત
પ્રાંતિજમાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
રાપરના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
રાજુલામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
વંથલી વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
બિલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા
જોમજોધપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના ચારેય ઉમેદવારની જીત
પારડી નગરપાલિકામાં ભાજપના ચારેય ઉમેદવાર વોર્ડ નંબર 1માં જીત્યા
બોરિયાવી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપના 3, કોંગ્રેસનો 1 ઉમેદવાર જીત્યો
કોડિનારમાં ભાજપના 4 ઉમેદવારોની જીત
આંકલાવ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 1 જ્યારે 3 અપક્ષ ઉમેદવારની જીત

કરજણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
છોટાઉદેપુર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં 1 કોંગ્રેસ, 3 અપક્ષ ઉમેદવારની જીત

સાણંદના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારની જીત થઈ. જીત થતા ભાજપ ઉમેદવાર ધૃમીન દોશીએ ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, અમારે માત્રને માત્ર વિકાસ જ કરવો છે. ધૃમીન જોશીએ વિકાસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આગળ વધવાની વાત કરી. સાથે જ કહ્યું કે વોર્ડ નંબર 1માં ડ્રેનેજની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવીશું.

ધ્રોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી
લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી
સોનગઢના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
સાણંદ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
ચોરવાડમાં ભાજપનો ચાર બેઠક ઉપર વિજય
માણસાના વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત

દેવગઢ બારીઆમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મોડર્ન સ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરાઈ. નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો ઉપર 80 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપ – 22, કોંગ્રેસ – 24, આપ – 12, અપક્ષ – 24
78.28 ટકા મતદાન નોંધાયો હતું.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને આપવામાં આવ્યો પ્રવેશ
વોર્ડ નંબર એકની ગણતરી શરૂ કરવામાં આવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button