ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 કલાકમાં 31%થી વધુ મતદાન

જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે. 6 કલાકમાં સરેરાશ 31 ટકા મતદાન થયું છે. આ ચૂંટણી પ્રક્રિયા 19,84,730 પુરુષ મતદારો જ્યારે 19,01,410 સ્ત્રી મતદારો ભાગ લઈ રહ્યા છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે. સવારે 7વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જેમાં એક મહાનગરપાલિકા. 3 તાલુકા પંચાયત 66 નગરપાલિકા અને 2 નગરપાલિકાની પેટાચૂંટણીનું આજે મતદાન છે. આ સાથે 3 મહાનગરપાલિકાની પેટાચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં આજે વોટ પડશે.

અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે.

જૂનાગઢ મનપાની વાત કરીએ તો.શહેરના 15 વોર્ડની 60 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે.પરંતુ 8 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ચૂકી છે.જેથી આજે જૂનાગઢ મનપાની 52 બેઠક પર આજે ચૂંટણી છે. આજે 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી છે.જુદી જુદી 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર આજે ચૂંટણી છે.જે પૈકી 167 બેઠક બિન હરીફ જાહેર થઈ ચૂકી છે.જેથી 1677 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *