Class 12 results declared: ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ કર્યું જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે.  પરિણામની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ પરિણામ જોતા જ ખુશખુશાલ થયા હતા. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ આવતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમ્યાં હતાં ને એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. 

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી હતી. વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે. મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આગળ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકા સાથે મોરબી જિલ્લો પ્રથમ છે.

બનાસકાંઠામાં સામાન્ય પ્રવાહનું રાજ્યમાં સૌથી વધુ 97.2 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્મયમાં 93.97 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછુ પરિણામ

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.   

આ પણ વાંચો, Bollywood: એક્ટ્રેસ સાક્ષી મલિકના હોટ લૂકે ફરી લગાવી આગ, કાતિલ અંદાજ વાયરલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *