Monsoon update: મેઘો બોલાવશે ધડબડાટી, ભારે વરસાદને લઈ ત્રણ જિલ્લામાં આપ્યું એલર્ટ

હાલ રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાબરમતી નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વૌઠા અને પાલ્લા નજીક પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

વૌઠા-પાલ્લા નજીક પૂર જેવી સ્થિતિ
પ્રાપ્ત માહિતી અનુસાર, વૌઠા અને પાલ્લા નજીકના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે.

આ પણ વાંચો, http://પહેલગામના ત્રણેય ગુનેગારો ઓપરેશન મહાદેવમાં ઠાર: અમિત શાહ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *