ચાંદખેડાના પરિવાર માટે કાળ બન્યું ઢોંસા બનાવવાનું ખીરું, બે બાળકીના મોત, દંપત્તિ સારવાર હેઠળ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી એક દુઃખદ ઘટના એ શહેરમાં ખોરાકની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.વાસ્તવમાં અહીં એક સામાન્ય પરિવાર માટે બનાવવામાં આવેલ ઢોંસાનું ખીરું જીવલેણ સાબિત થયું અને બે નાની બાળકીના મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો.

વિગતો મુજબ પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું.ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ.આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું,જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે.

આ ઘટના પછી લોકોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે.ખાસ કરીને બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ખાદ્યપદાર્થોની તપાસ માટે જવાબદાર વિભાગો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહ્યા છે.ઘટનાના પગલે તંત્રની કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે.લોકો કહે છે કે, સંબંધિત વિભાગો ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાના કારણે સમયસર કાર્યવાહી કરવામાં મોડું થયું. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ખીરામાં શું ભેળસેળ હતી તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ દુઃખદ ઘટના આપણને એક મોટો સંદેશ આપે છે બહારથી મંગાવવામાં આવતા ખોરાક અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો માટે ખોરાક બનાવતી વખતે તેની ગુણવત્તા અને સ્વચ્છતા વિશે ખાતરી કરવી જોઈએ. પરિવારના સભ્યોની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું બની શકે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ભાજપ સ્થાપના દિવસે CM ભૂપેન્દ્ર પટેલનો વિપક્ષ પર તીખો પ્રહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *