Anand: બેરોજગાર યુવકને GST વિભાગે 135 કરોડની, તો ચાની લારીવાળાને IT વિભાગની 115 કરોડની નોટીસ

આણંદમાં બેરોજગાર યુવકને એટલી મોટી રકમની જીએસટી વિભાગની નોટિસ મળી છે કે રકમ સાંભળીને કોઇની પણ આંખો પહોળી થઇ જાય.. આ યુવકને જીએસટી વિભાગે 135 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે.
આ યુવક ભેજાબાજ શખ્સોના કાવતરાનો ભોગ બન્યો. આ શખ્સોએ યુવકના પાનકાર્ડના આધારે કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હતા. યુવકના ડોક્યુમેન્ટ્સ પર 3 બોગસ કંપનીઓ ઉભી કરી આ કરોડોના ટ્રાન્જેક્શન કરાયા હતા. યુવકના પાનકાર્ડના આધારે આણંદ, અમદાવાદ અને વડોદરામાં બોગસ કંપનીઓ ઉભી કરાઇ હતી.હાલ તો સ્થિતિ એ છે કે આટલી મોટી રકમની જીએસટી વિભાગની નોટિસને લઇને યુવક ચિંતામાં મુકાઇ ગયો છે.
જો કે આવીજ અન્ય એક ઘટના ગીરસોમનાથના કોડિનારમાં સામે આવી છે.જ્યાં IT વિભાગની ઘોર બેદરકારી જોવા મળી, અહીં ચાની કીટલી પર કામ કરતા યુવકને 115 કરોડની નોટિસ ફટકારવામાં આવી, જેને કારણે યુવકનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. યુવકને 115 કરોડના જંગી ટ્રાન્જેક્શન બાબતે ખુલાસો કરવા તાકીદ કરાઇ છે. ભોગ બનનાર યુવકે પોલીસમાં ફરિયાદ કરી મદદની માંગકરી છે.