શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

ભારતીય શેરબજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 414 પોઈન્ટના વધારા સાથે 75,732 પર ખુલ્યો. આ દરમિયાન, નિફ્ટી પણ 171 પોઈન્ટના ઉછાળા સાથે 23,830 પર ઓપન થયો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું ત્યારબાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 5% ઘટીને $105 પ્રતિ બેરલ થયા, જેનાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો. આ ઉપરાંત, આજે સવારથી એશિયન બજારોમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કેર્ઇ બધા વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે.
ગુરુવારે બધા એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પના નિવેદનથી બજારોમાં તેજી જોવા મળી રહી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. આ સમાચારથી રોકાણકારોમાં રાહતનો શ્વાસ આવ્યો છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ વિવાદના ઉકેલની આશા જાગી છે. જાપાનનો નિક્કેર્ઇ ઇન્ડેક્સ 1% થી વધુ ઉછળ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ શરૂઆતના કારોબારમાં 1% થી વધુ વધ્યો.
20 મેના રોજ વોલ સ્ટ્રીટ પણ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 645 પોઇન્ટ અથવા 1.31% વધીને 50,૦૦9.૩૫ પર બંધ થયો હતો. S&P 5૦૦ 108% વધીને 7432.૯૭ પર બંધ થયો હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.54% વધીને 26270.36 પર બંધ થયો હતો.
ક્રૂડ ઓઇલ
આજે શરૂઆતના કારોબારમાં તેલના ભાવમાં વધારો થયો હતો. ઇરાન સાથે શાંતિ કરાર અંગે ટ્રમ્પના નિવેદન બાદ ગઈકાલે 5.6% ના નોંધપાત્ર ઘટાડા પછી, પુરવઠામાં વિક્ષેપની ચિંતાને કારણે આજે સવારે બજાર ખુલતાની સાથે જ ભાવમાં સુધારો થયો હતો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઇલ 0.78% વધીને $99.03 પ્રતિ બેરલ થયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.73% વધ્યું.