શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 919 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,000ને પાર 

 વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજાર સપ્તાહના અંતે નોંધપાત્ર વધારા સાથે બંધ થયું. BSE સેન્સેક્સ અંતે 918.60 પોઈન્ટ વધીને 77,550.25 પર બંધ થયો હતો.  જ્યારે NSE નિફ્ટી પણ પાછલા સત્ર કરતા 275.50 પોઈન્ટ વધીને 24,050.60 પર બંધ થયો. ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, પાવર, FMCG, PSU બેંકો, ધાતુઓ અને ખાનગી બેંકોમાં 1-2% નો વધારો નોંધાયો છે, જ્યારે IT ઇન્ડેક્સમાં 1.7% નો ઘટાડો થયો છે.

નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ 1.5% નો વધારો નોંધાયો છે. મુખ્ય નિફ્ટી ગેઇનર્સમાં એશિયન પેઇન્ટ્સ, આઇશર મોટર્સ, ICICI બેંક, બજાજ ઓટો અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. દરમિયાન, ઘટેલા શેરોમાં કોલ ઇન્ડિયા, સન ફાર્મા, ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

ભારતીય રૂપિયો શુક્રવારે તેની શરૂઆતની મજબૂતાઈ જાળવી રાખવામાં નિષ્ફળ ગયો અને યુએસ ડોલર સામે 17 પૈસા ઘટીને 92.68  (કામચલાઉ) પર બંધ થયો. વધતા વૈશ્વિક તણાવ, ખાસ કરીને યુએસ-ઈરાન સંઘર્ષ સંબંધિત જોખમોને કારણે રૂપિયા પર દબાણ રહ્યું. દિવસભર ફોરેક્સ માર્કેટમાં મોટાપાયે વધઘટ જોવા મળી, જેના કારણે રોકાણકારોમાં સાવચેતી વધી. ફોરેક્સ વેપારીઓના મતે આ અસ્થિરતા પાછળનું મુખ્ય કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો નિર્દેશ હતો, જેમાં બેંકોને તેમની ઓવરનાઈટ પોઝીશન 100  મિલિયન ડોલર સુધી મર્યાદિત રાખવા કહેવામાં આવ્યું હતું. આ નિર્દેશો માટેની સમયમર્યાદા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ, જેના કારણે બજારમાં અસ્થિરતામાં વધારો થયો.આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 92.58 પર ખુલ્યો. જોકે, દિવસ દરમિયાન તે દબાણ હેઠળ આવ્યો અને 92.76  ની નીચી સપાટીએ પહોંચી ગયો. ટ્રેડિંગ દરમિયાન તે 92.41  ની ઊંચી સપાટીને પણ સ્પર્શ્યો. અંતે, રૂપિયો 92.68 (કામચલાઉ) પર બંધ થયો, જે તેના અગાઉના બંધ કરતા 17  પૈસા નીચે હતો. 

અડાલજ ટોલ ટેક્સ નજીક જિલ્લા ટ્રાફિક પોલીસ, RTO અને ST વિજિલન્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલા ક્લેન્ડસ્ટાઈન ઓપરેશનની સંપૂર્ણ વિગત જાણવા માટે અહીં ક્લિક કરીને આખી સ્ટોરી જરૂર જુઓ. https://www.instagram.com/reel/DW8qEruDZgS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *