Gram Panchayat election results: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, જાણો કયાં કોણ બન્યું સરપંચ

રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું પરિણામ આવશે. 22 જૂને મતદાન થયું હતું, આજ મતગણતરી હાથ ઘરાશે, ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું હતું
રવિવારે યોજાનારી આ ચૂંટણીઓમાં કેટલીક જગ્યાએ રદબાતલની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કડી અને વિસાવદરનો સમાવેશ થાય છે. વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે રદબાતલ થઇ હતી. ઉપરાંત , જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.
ગુજરાતમાં 3656 સરપંચો માટે ચૂંટણી
ચૂંટણી પંચના ડેટા અનુસાર, કુલ 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં નામાંકન ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. આમ, કુલ 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાગીય અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે અને 353 પંચાયતોમાં પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું.. રાજ્યભરમાં કુલ 3656 સરપંચ અને 16,224 સભ્યો ચૂંટાશે.
નોંધનીય છે કે ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતો છેલ્લા ત્રણ વર્ષથી વહીવટકર્તા શાસન હેઠળ છે અને અન્ય 1,400 પંચાયતોનો કાર્યકાળ 30 જૂન, 2025ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ચૂંટણીઓ 27 ટકા OBC, 14 ટકા ST અને 7 ટકા SC અનામત બેઠકો સાથે યોજાશે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને ન્યાયાધીશ ઝવેરી કમિશનની ભલામણો અનુસાર છે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે આ ચૂંટણીઓને સરળ અને પારદર્શક બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.આજે કોણ સરપંચ બનશે તેનો નિર્ણય થશે.
અમીરગઢના ટાઢોળી ગામના સરપંચ બન્યા નવલીબેન ભાગોરા
મોડાસાના કઉ ગામના સરપંચ બન્યા હુસેનભાઈ વણઝારા
માળિયા હાટીનાના વડિયા ગામના સરપંચ બન્યા સોનીંગભાઈ સિંઘવ
જૂનાગઢના માંગરોળ તાલુકાના ચોટલી વીળી ગામના સરપંચ ગોવિંદ ચાવડા બન્યાં
જૂનાગઢના માંગરોળ તાલુકાના ચિંગરિયા ગામના સરપંચ શાંતાબેન સાગરકા બન્યા
સાબરકાંઠાના બામણા ગામમાં રીટાબેન પરમાર ચૂંટાયા
સિદ્ધપુરના ચંદ્રેશ્વર ગામના સરપંચ બન્યા મિત્તલબેન ઠાકોર
જેતપુરના સેલુકા ગામના સરપંચ બન્યા મનીષભાઈ ભેડા
સમીના ખચરિયા ગામના સરપંચ બન્યા હેતલબેન ઠાકોર
ગઢડાના હોળાયા ગામના સરપંચ બન્યા ઉમેદભાઈ ખાચર
ગઢડાના ગાઢાળી ગામના સરપંચ બન્યા પરાક્રમસિંહ ગોહિલ
ગઢડાના ઈગોરાળા ગામના સરપંચ બન્યા મહેશ ખાચર
ગઢડાના પીપલ તતાણા ગામના સરપંચ બન્યા બચુભાઈ ચોહલા
સાંતલપુરના પર ગામના સરપંચ બન્યા મહિપતસિંહ જાડેજા
સોનગઢના મેઢસિંગી ગામના સરપંચ બન્યા ગોંતીયાભાઈ ઠાકોર
વલસાડના નંદવલા ગામના સરપંચ બન્યા અજય પટેલ
સિદ્ધપુરના હિશોર ગામના સરપંચ બન્યા મફતલાલ ચૌહાણ
સિંગવડના રણધિકપુર ગામના સરપંચ બન્યા હંસાબેન કટારા
ડભોઈના પનસોલી ગામના સરપંચ બન્યા હર્ષિલભાઈ પટેલ
ડભોઈના મેનપુરા ગામના સરપંચ બન્યા વિશાલ પટેલ
વાઘોડિયાના મઢેલી ગામના સરપંચ બન્યા ઘનશ્યામભાઈ વસાવા
શિનોરના છાણભોંઈ ગામના સરપંચ બન્યા કિંજલબેન પટેલ
જેતપુરના નવી સાંકળી ગામે શિલુબેન વાલાણી બન્યા સરપંચ
ઉમરેઠના ઝાલા બોરડી ગામના સરપંચ બન્યા દિનેશભાઈ પરમાર
મહેમદાવાદના અમરાપુરા ગામના સરપંચ બન્યા ગણપતભાઈ ડાભી
કલોલ તાલુકાના મૂલસાણા ગામના સરપંચ બન્યા રમણજી ભીખાજી ઠાકોર
સિદ્ધપુરના તાવડિયા ગામના સરપંચ બન્યા અલ્પેશજી ઠાકોર
સિદ્ધપુરના કારણ ગામના સરપંચ બન્યા કંકુબેન પટ્ટ
જામનગરના પસાયા ગામના સરપંચ બન્યા ભાનુબેન પરમાર
બરવાળાના રેફડા ગામના સરપંચ બન્યા કાનજીભાઈ વાળા
અંજારના જરુ ગામના સરપંચ બન્યા ભરતભાઈ જરુ
રાધનપુરના કલ્યાણપુરા ગામના સરપંચ બન્યા સીતાબેન ઠાકોર
કલોલના કરોલી ગામના સરપંચ બન્યા દિપીકાબેન પંચાલ
પાદરાના શહેરા ગામના સરપંચ બન્યા મુકેશભાઈ પઢીયાર
ડભોઈના તરસાણા ગામના સરપંચ બન્યા રમીલાબેમ રાઠોડિયા
ખંભાતના ભીમ તળાવ ગામના સરપંચ બન્યા લીલાબેન ગોહેલ
પેટલાદના અરડી ગામના સરપંચ બન્યા સેજલબેન જાદવ
બહુચરાજીના ઉદેલા ગામના સરપંચ બન્યા ચેતનાબેન ઝાલા
થરાદના જાણદી ગામના સરપંચ બન્યા નાગજીભાઈ રાઠોડ
બોટાદના ચકમપર ગામના સરપંચ બન્યા વર્ષાબેન અબીયાણી
પાટણના સુજનીપુર ગામના સરપંચ બન્યા સુરેશભાઈ પ્રજાપતિ
પાટણના સાતી ગામના સરપંચ બન્યા આનંદ દેસાઈ
પાટણના આંબાપુરા ગામના સરપંચ બન્યા ઈશ્વરભાઈ પટેલ
પાદરાના પીંડાપા ગામના સરપંચ બન્યા દિનેશ પઢીયાર
વાઘોડિયાના નવગામા ગામના સરપંચ બન્યા બળવંતભાઈ ચંદુભાઈ પરમાર
જામનગરના નંદપુર ગામના સરપંચ બન્યા દિનેશ દુધાગરા
બહુચરાજીના રૂપપુરા ગામના સરપંચ બન્યા અજુભા ઝાલા
જામનગરના ખારાવેઢા ગામના સરપંચ બન્યા સુરેશ ગોસ્વામી
પેટલાદના ફાંગણી ગામના સરપંચ બન્યા પ્રિતીબેન બારોટ
ખંભાતના પોપટપુરા ગામના સરપંચ બન્યા હીરાબેન વણકર
સાણંદના મોટી દેવતી ગામના સરપંચ બન્યા માણેકબેન લકુમ
ધોરાજીના ફરેણી ગામના સરપંચ બન્યા ઈલાબેન જોરુભાઈ શેખવા
ધોરાજીના ભૂખી ગામના સરપંચ બન્યા હરદીપસિંહ રાયજાદા
પાદરાના પીંડાપા ગામના સરપંચ બન્યા દિનેશભાઈ પઢીયાર
રાજકોટના સણોસરા ગામના સરપંચ બન્યા ડો.નફીસાબેન સરસિયા
હિંમતનગરના દેસાસણ ગામના સરપંચ બન્યા ભાવિકભાઈ રબારી
શંખેશ્વરના રતનપુરા ગામના સરપંચ બન્યા જગદીશ ભરવાડ
મોડાસાના ગઢડા ગામના સરપંચ બન્યા સુરેખાબેન પટેલ
ડભોઈના અકોટી ગામના સરપંચ બન્યા હેતલબેન બારીયા
ભરૂચના બંબુસર ગામના સરપંચ બન્યા ઉસ્માનગની ઈસ્માઈલ પટેલ
ભરૂચના હીંગલોટ ગામના સરપંચ બન્યા ફારુક અહમદ મંસૂરી
ભરૂચના નિકોરા ગામના સરપંચ બન્યા અંબાલાલ ડાયાભાઈ પટેલ
નાંદોદના નરખડી ગામના સરપંચ બન્યા મમતાબેન વસાવા
સાંતલપુરના છાણસરા ગામના સરપંચ બન્યા કંચનબેન
સાંતલપુરના જામવાડા ગામના સરપંચ બન્યા રમેશભાઈ ઠાકોર
શિનોરના તેરસા ગામના સરપંચ બન્યા જયેશ પટેલ
કાંકરેજના આકોલી ક્ષેત્રવાસના સરપંચ બન્યા આશાબેન દેસાઈ
ખાંભાના પીપળવા ગામના સરપંચ બન્યા વલકુભાઈ મોભ
વાંકાનેરના પાજ ગામના સરપંચ બન્યા રિમીબેન ઈબ્રાહિમ સિપાઈ
વાંકાનેરના સતાપર ગામના સરપંચ બન્યા ગીતાબેન ગણાદીયા
મોડાસાના નવા વડવાસા ગામના સરપંચ બન્યા બકભાઈ ચૌહાણ
કલોલના મોખાસણ ગામના સરપંચ બન્યા પૂનમબેન ઠાકોર
ડભોઈના અકોટી ગામના સરપંચ બન્યા હેતલબેન બારીયા
લિંબાળા…નાનજી ભાઈ પટેલ . આગળ
કટાવ વેલા ભાઈ ઠાકોર 30 મતે વિજેતા
વાવડી - ઠેગા ભાઈ 200 મત થી જીત
આ પણ વાંચો, આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, ભક્તો ભાવવિભોર