Surat સિવિલ હોસ્પિટલમાં યુવતીનો આપઘાત, 10 દિવસ પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો

સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ડિલિવરી માટે 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બાળકને જન્મ આપ્યા બાદ યુવતી ગઈકાલે અચાનક હોસ્પિટલમાંથી ગુમ થઈ હતી, ત્યારે આજે સવારે સ્ટેમસેલ બિલ્ડિંગ સામે આવેલા ઝાડ પર યુવતીની લટકતી હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક પૂજા કુશવાહ મૂળ યુપીની રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી સુરતના હજીરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. યુવતીને પહેલી ડિલિવરી હોવાથી 10 દિવસ પહેલાં જ દુખાવો ઊપડતાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. બાળક બીમાર હોવાથી હોસ્પિટલમાં 10 દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે.

જોકે મૃતક યુવતી ગઈકાલ રાતથી હોસ્પિટલમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી, જેથી પરિવારે મોડીરાત સુધી તેની શોધખોળ કરી હતી, પરંતુ આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગની સામે ઝાડ પર તેની લટકતી હાલતમાં લાશ મળી હતી. એને કારણે 10 દિવસના બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારે આ અંગે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ મામલે મૃતકના પરિવારજન અમરજિતે જણાવ્યું હતું કે રાત્રે મને ફોન આવ્યો હતો. મૃતક રિલેશનમાં મારાં બહેન થાય છે. મને ફોન આવ્યો હતો કે તે હોસ્પિટલમાંથી ગુમ થઈ ગઈ છે. ત્યાર બાદ અમે બધા અહીં તેને શોધવા માટે આવ્યા હતા. અમે હોસ્પિટલ અને રેલવે સ્ટેશન સહિત તમામ જગ્યાએ બહેનને શોધી રહ્યા હતા. રાત્રે બે વાગ્યા સુધી અમે શોધખોળ કરી હતી. પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ લખાવી હતી. પોલીસે રાત્રે હોસ્પિટલના CCTV કેમેરા પણ ચેક કર્યા હતા.

આ પણ વાંચો. Rajkot: વિજ્ઞાન-સંસ્કૃતિનો સમન્વય જીવનનગર પ્રાચીન ગરબી, ગરબી નિહાળવા માનવ મેદનીની અનોખી વ્યવસ્થા કરાઈ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *