કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરનાર ગેન્ગસ્ટર દિલ્હીથી ઝડપાયો, બિશ્નોઇ-ગોલ્ડી બરાર ગેન્ગ સાથે કનેક્શન

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગની ઘટનામાં ગેન્ગસ્ટર બંધુ માન સિંહની ધરપકડ કરી છે. બંધુ માન કેનેડાથી દિલ્હી પરત ફરતા જ દિલ્હી પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસ અનુસાર, તે ગોલ્ડી ઢિલ્લો ગેન્ગનો એક મોટો ગુનેગાર છે અને તેના વિરૂદ્ધ કેટલાક ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આરોપી પાસેથી એક ચાઇનીઝ પિસ્ટોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.

કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરનાર શૂટર ઝડપાયો

દિલ્હી પોલીસે ધરપકડ કરેલા આરોપી બંધુ માન સિંહ સેખો કેનેડામાં ફાયરિંગની ઘટનાનો મુખ્ય શૂટર છે. કેપ્સ કેફેમાં ફાયરિંગના મુખ્ય ષડયંત્રને સમજવા માટે તેની ધરપકડ મહત્ત્વની છે. સેખોના ગોલ્ડી બરાર સાથે જોડાયેલા હોવાને કારણે દિલ્હી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

કેનેડામાં ફાયરિંગ બાદ ભારત ભાગ્યો શૂટર

શૂટર બંધુ માન સિંહ સેખોએ કેનેડામાં કપિલ શર્માના કેપ્સ કેફે પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. ફાયરિંગ બાદ ગેન્ગસ્ટર ભારત ભાગી આવ્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.

તપાસમાં ખબર પડી કે બંધુ માન સિંહ સેખો ગેન્ગસ્ટર ગોલ્ડી બરારનો સહયોગી છે. આ સિવાય તે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના મોસ્ટ વોન્ટેડ ગેન્ગસ્ટર ગોલ્ડી ઢિલ્લનના પણ સંપર્કમાં હતો. પોલસી હવે આ ગેન્ગસ્ટર કનેક્શનની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *