Ahmedabad: સાયબર ફ્રોડના નાણાંનો ગેરકાયદે વહીવટ કરતી ગેંગ ઝડપાઈ, 7 શખ્સોને LCBએ દબોચ્યા

અમદાવાદમાંથી સાયબર ફ્રોડના નાણાંનો વહીવટ કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરની ઝોન 7 LCBએ ઠગ ટોળકીના સાગરીતોની ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે આ આરોપીઓએ નાણાં ટ્રાન્સફર કરવા માટે બોગસ પેઢી ઉભી કરી હતી.
આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આ પેઢી દ્વારા નાણાંનો વ્યવહાર કરતા હતા. આરોપીઓ તમામ વહિવટની ગંધ ના આવે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.
લોકોના એકાઉન્ટ દ્વારા પૈસા ટ્રાન્સફર કરતા
જેમાં આ શખ્સો સામાન્ય લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરીને ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરી નાખતાં હતા. આરોપીઓની જ્યારે તપાસ આદરવામાં આવી ત્યારે તેમની પાસેથી પ્રી એક્ટિવ સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. ઝોન-7 LCBએ આ મામલે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.
આ પણ વાંચો, Surendranagar: સુરેન્દ્રનગરમાં સૌથી મોટી રેડ, 150થી વધુ ગેરકાયદે કોલસાની ખાણ પકડાઈ, હજારો ટન કોલસો જપ્ત