Gandhinagar: CMના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી હવે દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા યોગ્ય સ્થળે આ સમિટનું આયોજન એવિએશન સેક્ટર માટે નવા અવસરો ખોલશે. ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરીજીનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) ગુજરાતમાં આકર્ષિત થયા છે. એટલું જ નહીં, ઉદ્યોગોને અનુકૂળ માહોલ, પોલીસી ડ્રીવન ગવર્નન્સ અને સ્કીલ્ડ વર્ક ફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે મોટા એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઝના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ વિશ્વમાં ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ઉભરી રહેલા ભારતના ગ્રોથ એન્જિન રાજ્ય ગુજરાતમાં યોજાઇ રહેલી આ સમિટને ઉપયુક્ત ગણાવી હતી. તેમણે વડાપ્રધાનના આગવા વિકાસ વિઝનથી નિર્મિત ગિફ્ટ સિટી આજે સિંગાપોર, દુબઈ જેવા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ સમકક્ષ બન્યું છે અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તેનો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિણામદાયી પ્રયાસોને આપ્યો હતો. ગિફ્ટ સિટી ભારતના એવિએશન સેક્ટર માટે વિશ્વસનીયતા, સહભાગીતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથેનું સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશના વિકસી રહેલા એવીએશન સેક્ટરમાં ફાઇનાન્સિયલ ઇનોવેશન માટે એરક્રાફ્ટ લિઝિંગ એ ચાવીરૂપ બાબત છે.

તેમણે ગૌરવ સહ કહ્યું કે, ૨૦૧૪માં ૩૯૫ એરક્રાફ્ટની સેવાઓ આજે ૮૨૯ સુધી પહોંચી છે. એટલું જ નહીં, દેશની એરલાઇન્સે ૨૦૦૦થી વધુ એરક્રાફ્ટ માટે ઓર્ડર પ્લેસ કરેલા છે. ૨૦૪૭ સુધીમાં દેશમાં ઉભી થનારી આ ક્ષેત્રની માંગના સંદર્ભમાં કહ્યું કે, વાર્ષિક ૨ કરોડ પેસેન્જર્સ સંચાલન કરતા ૩૫૦ એરપોર્ટ કાર્યરત થવાની સંભાવના છે. આવનારા પાંચ વર્ષમાં નવા ૫૦ હવાઈ મથકો બનશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો, Ahmedabad: સિવિલ મેડિસીટિની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/streams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *