Gandhinagar: હોળી-ધૂળેટીના પર્વે CM ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી છે. આ ઉત્સવ જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.

હોલિકા દહનની સાથે આસુરી શક્તિઓ, અનિષ્ટો, સામાજિક કુરિવાજો અને બદીઓનું પણ સમાજમાંથી દહન થાય તથા સમરસતા, સૌહાર્દ અને સદભાવ સાથે સુખ સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી મંગલકામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ સામાજિક સમરસતાને ઉજાગર કરતું પર્વ પણ બની રહે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, રૂ.45 કરોડનું કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *