Gandhinagar: UCC માટે રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ CMની મુલાકાત લીધી

રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય શુભેચ્છા મુલાકાત લીધી હતી. કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટેના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ IAS સી.એલ.મીના, એડવોકેટ આર .સી .કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજ્ય સરકારે આ કમિટીની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તેમજ મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને OSD રાકેશ વ્યાસ આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, Gandhinagar: યુનિફોર્મ સિવિલ કોડને લઈ પ્રથમ બેઠક, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *