Gandhinagar: સોશિયલ મીડિયા પર ‘ડોન’ બનવાનો શોખ છે ? આ સમાચાર વાંચી લેજો, નહીતર…

સોશિયલ મીડિયા પર અસામાજીક તત્વો દ્વારા હથિયારો સાથે રીલ અને વીડિયો બનાવીને મુકવાની ઘટનાઓને લઈ ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. ગાંધીનગર જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાના માઘ્યમોથી અમુક તત્વો દ્વારા હથિયારો સાથે રિલ્સ તેમજ વીડિયો બનાવીને ભયનું વાતાવરણ ઉભુ કરવામાં આવે છે.

જેથી આવા કોઈ અસામાજીક તત્વોના હથિયારો સાથેના ફોટા કે વીડિયો કોઈના ધ્યાને આવે તો જીલ્લાના પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર- +91 99784 05968 વાળા નંબર પર ફોટા અને વીડિયો શેર કરવા માટે જાગૃત નાગરિકોને અપીલ કરવામાં આવી છે. તેમજ માહિતી આપનારનું નામ-સરનામું તેમજ ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે.
આ પણ વાંચો, Ahmedabad: વટવા પોલીસે સગીરનું પરિવાર સાથે મિલન કરાવ્યું, માતાએ રમવા બાબતે ઠપકો આપતા ઘરેથી નીકળી ગયો હતો