આજથી જ રિક્ષાચાલકો માટે આ નિયમ ફરજિયાત, મનમાની કરી તો ગયા સમજજો…

પહેલી જાન્યુઆરીથી નવા વર્ષ 2025નો શુભારંભ થઈ ગયો છે. ત્યારે આજથી જ રિક્ષાચાલકો માટે પણ એક મોટો નિયમ અમલીકરણમાં આવ્યો છે. પહેલી જાન્યુઆરીથી અમદાવાદના રિક્ષાચાલકોએ રિક્ષામાં મીટર લગાવવું ફરજિયાત બન્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે 4 ડિસેમ્બરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત કર્યા હતાં. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ થઈ ગયો છે. આજથી જે પણ રિક્ષાચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે લગભગ એક મહિના સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આજથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે.

આ સિવાય આજથી જે પણ રિક્ષાચાલક મીટર વિના રિક્ષા લઈને ધંધો કરવા નીકળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે, તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *