PM MODI: કચ્છથી લઇને દાહોદ સુધી…, 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત

ઓપરેશન સિંદૂર પછી PM મોદી પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે. આ દરમિયાન PM મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. આ દરમિયાન શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે.

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તા. 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કશે. જેમાં ખાસ કરીને અમદાવાદ, દાહોદ, ભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે. 26મેના રોજ PM મોદી વડોદરા જશે અને અહીં રોડ-શો યોજશે. જે બાદમાં PM મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં PM મોદી જનસભાને સંબોધન કરવાના છે.આ તરફ વડોદરા અને દાહોદ બાદ PM મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી PM મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઇને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમૂહુર્ત કરશે.

આ પણ વાંચો, Doctor Death: એક ડોક્ટરના સિરિયલ કિલર બનવાની કહાની; હત્યા કરી ભૂલી જતો, 50થી વધુ ટેક્સી ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દીધા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *