ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષ 2026નું ભવ્ય ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતમાં 12 વાગ્યાની સાથે જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. લોકોએ ખુલ્લા હાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. નવા વર્ષની ઉજવણી માટે ઉત્તરાખંડના મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અહીં લોકોની મોટી ભીડ જોવા મળી હતી. નવા વર્ષની ઉજવણી માટે કર્ણાટકના બેંગલુરુમાં એમજી રોડ પર મોટી ભીડ એકઠી થઈ હતી.

નવા વર્ષની શરૂઆત સૌપ્રથમ કિરીબાતીના કિરીટીમાટી ટાપુઓ અને ન્યૂઝીલેન્ડમાં કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડના ચેથમ ટાપુઓમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.

ચીનમાં નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. ઘડિયાળમાં 12 વાગ્યાની સાથે જ દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. સિંગાપોરમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે, જ્યાં આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં પણ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

જાપાનમાં નવા વર્ષની શરૂઆત થઈ હતી. લોકોએ ઉત્સાહપૂર્વક નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. 31 ડિસેમ્બરને ઓમિસાકા કહેવામાં આવે છે. બૌદ્ધ પરંપરા અનુસાર, મંદિરોમાં ઘંટ વગાડવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં, હાર્બર બ્રિજ પર આતિશબાજી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *