લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકારણના મેદાને ઉતર્યા છે. ભાજપે ઉના નગરપાલિકાના વોર્ડ નં. 7 માંથી રાજલ બારોટને ટિકિટ આપી છે. આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ફોર્મ ભરતા પહેલા રાજલ બારોટે પોતાના પરિવારના સભ્યોના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ ઉમેદવારી નોંધાવવા માટે રવાના થયા હતા. એક લોકપ્રિય ગાયિકા તરીકે જાણીતા રાજલ બારોટના આ નવા કદમથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. નોંધનિય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. ઉમેદવારો નિષ્ણાંતો પાસે ફોર્મ વેરીફાઇ કરાવી રહ્યા છે.
રાજલ બારોટ ગુજરાતના જાણીતા લોકગાયક મણિરાજ બારોટના પુત્રી છે. મણિરાજ બારોટ ગુજરાતના લોકસંગીત અને ખાસ કરીને ‘હેલો’ તથા ‘ગરબા’ ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવતા હતા. પિતાના વારસાને રાજલ બારોટે ખૂબ જ સુંદર રીતે આગળ ધપાવ્યો છે.
રાજલ બારોટે ખૂબ જ નાની ઉંમરથી ગાવાની શરૂઆત કરી હતી. રાજલ બારોટે પ્રથમ ગીત વર્ષ 2006માં ગાયું હતુ. આજે પિતાના પગલે ચાલી રાજલ જાણીતી સિંગર બની ગઈ છે. તેના આલ્બમને પણ લાખો વ્યુ મળી ચૂક્યા છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન તેમના ગરબા ખૂબ જ લોકપ્રિય હોય છે. તેમના ‘મોગલ મા’, ‘દશા મા’ અને અન્ય લોકગીતોના આલ્બમ્સ યુટ્યુબ પર મિલિયન વ્યૂઝ ધરાવે છે. રાજલ બારોટ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને ખાસ કરીને યુવા પેઢીમાં લોકપ્રિય છે. તેમની ગાવાની શૈલીમાં ગંભીરતા અને પરંપરાગત ગુજરાતી સંસ્કારોની ઝલક જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, મણિરાજ બારોટની જેમ રાજલ બારોટ પણ ગુજરાતની એક લોકપ્રિય ગાયક છે. તેને સંગીત વારસામાં મળ્યું છે. અત્યાર સુધી 100થી વધુ ગીતો પણ ગાય ચૂકી છે.
નોંધનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટમીમાં બીજેેપીએ ઘણા યુવા ચહેરાઓેને ટિકિટ આપી છે. રાજલ બારોટ સિવાય વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. જેને લઈને પણ વિવાદ થયો છે, તેની સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.
સુરતમાં વોર્ડ નંબર 14ની મહિલા ઉમેદવારે કલેક્ટર ઓફિસ ખાતે ફિનાઈલ પી લેતા હડકંપ મચી ગયો.
👉 આ ચોંકાવનારી ઘટનાનો સંપૂર્ણ વિડિયો અને વિગત જોવા અત્યારે જ ક્લિક કરો-https://www.instagram.com/reel/DW_D6cJDiRT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?