અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આગ લાગી, ઘણા વાહનો ઝપેટમાં આવ્યા,ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

ઉનાળો શરૂ થતાની સાથે જ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જગ્યાએ આગ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ગત રોજ રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલ ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. આજે અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ શાંગરીલા-2 આર્કેટના જિમમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે.અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલ સાંગ્રીલા હાઈટ્સ કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, કોમ્પ્લેક્સમાં આવેલી એક બેંકમાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગ ઝડપથી ફેલાતાં સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગ્રેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં જીમ બહાર પાર્કિંગમાં પડેલા વાહનોને પણ ઝપેટમાં લઈ લેતા અફડા તફડીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ફાયર બ્રિગ્રેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો માર ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગની અસર માત્ર બિલ્ડિંગ સુધી મર્યાદિત રહી નહોતી, પરંતુ પાર્કિંગમાં ઉભેલા વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં 25થી વધુ વાહનો બળી ને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે.ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક કામગીરીમાં લાગી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ કોઈ જાનહાનિ અંગે માહિતી સામે આવી નથી, પરંતુ આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *