નાણાંમંત્રીએ રજુ કર્યું આર્થિક સર્વેક્ષણ, 6.3થી 6.8 ટકા સુધી ગ્રોથનું અનુમાન

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ થયા પહેલા ઇકોનોમિક સર્વે સંસદમાં મુક્યો હતો. ઇકોનોમિક સર્વેને તમે સરકારનો રિપોર્ટ કાર્ડ માની શકો છો જેમાં ગત નાણાકીય વર્ષના કામકાજની સમીક્ષા કરવામાં આવે છે.
1 ફેબ્રુઆરીએ દેશનું આગામી બજેટ રજૂ થવાનું છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સરકાર કામ કરવાનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં કેટલીક ખાસ જાહેરાત થઇ શકે છે. ટેક્સપેયર્સથી લઇને ખેડૂત, મહિલાઓ અને યુવાઓ માટે બજેટમાં ગિફ્ટ મળી શકે છે. બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા 31 જાન્યુઆરીએ દેશનું ઇકોનોમિક સર્વે 2024-25 રજૂ કરવામાં આવ્યું છે.
GST કલેક્શનમાં ગ્રોથનું અનુમાન
GST કલેક્શનમાં 11 ટકા ગ્રોથનું અનુમાન લગાવવામાં આવ્યું છે જે 10.62 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સર્વે નીતિગત સુધારા અને આર્થિક સ્થિરતાની દિશામાં સરકારના પ્રયાસોને દર્શાવે છે. સરકારનું અનુમાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના 6.5% અનુમાનની નજીક છે પરંતુ વર્લ્ડ બેન્કના 6.7% અનુમાનથી ઓછું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 2024-25 માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યનો હિસાબ છે. આર્થિક સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે, આગામી એક થી બે દાયકા સુધી આર્થિક વિકાસ દર 8 ટકાના દરે જાળવી રાખવો પડશે. આર્થિક સર્વેક્ષણ મુજબ, 2047 માં દેશની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં વિકસિત દેશ બનવાની આર્થિક