Ahmedabad: AMCના ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ફી ચૂકવવી પડશે, નવા મકાન ખરીદનાર પર વધુ એક બોજ

અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં નવા મકાનની ખરીદી કરનાર મિલ્કતધારક અત્યાર સુધી ટેક્સ બિલમાં પોતાનું નામ કોઈપણ જાતની ફીની ચૂકવણી કર્યા વગર ટ્રાન્સફર કરાવી શકતા હતા. પરંતુ, હવે અમદાવાદ મહાનગરપાલિકાએ નવા ખરીદેલા મકાનના ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે. મકાન ખરીદનારે મકાનની કિંમત મુજબ રૂ. 1 હજારથી 10 હજાર સુધીની ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે. આજદીન સુધી બિલ્ડરો દ્વારા જે વ્યક્તિ ઘર ખરીદે તેને ટેક્સ બિલમાં નામ માલિક તરીકે ઉમેરવા કોઈ પણ ફી ચૂકવવી પડતી નહોતી, પરંતુ હવે બિલમાં પ્રથમ માલિક તરીકે બિલ્ડર હશે જેથી તેઓને પોતાનું નામ ઉમેરવા માટે ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે.

શહેરમાં કોઈપણ રેસિડેન્સિયલ અથવા કોમર્શિયલ સાઇટ બનાવવામાં આવે છે. જેમાં બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલા મકાનોની બીયુ પરમિશન લેવામાં આવે છે. બીયુ પરમિશન મળેલી બિલ્ડિંગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જ્યારે આકારણી કરવામાં આવે ત્યારે જે બિલ્ડિંગમાં મકાનનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોય તો જે વ્યક્તિના નામે વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તેનું નામ ટેક્સ બિલમાં પ્રથમ માલિક તરીકે ઉમેરવામાં આવે છે. જેથી તેને કોઈપણ પ્રકારની ટ્રાન્સફર ફી ચૂકવવી પડતી નથી. કારણ કે, વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોવાથી ઘર ખરીદનારે ટ્રાન્સફર ફી ચૂકવવાની રહેતી નથી.

જો આકારણી સમયે જે મકાન વેચાયું નથી અને હાલમાં બિલ્ડરના જ નામ ઉપર છે, ત્યારે આકારણીમાં ટેક્સ બિલમાં પ્રથમ માલિક તરીકે બિલ્ડરનું નામ લખવામાં આવે છે. ટેક્સ બિલ બિલ્ડરના નામ પર આવે છે. જ્યારે બિલ્ડર કોઈ મકાનને વેચે છે અને તેનો વેચાણ દસ્તાવેજ કરે છે ત્યારે ટેક્સ બિલ પણ બિલ્ડર દ્વારા સાથે આપવામાં આવે છે. જેમાં બિલ્ડરના નામમાંથી ઘર ખરીદનાર વ્યક્તિએ પોતાના નામે ટેક્સ બિલ કરાવવું પડે છે. જે મકાનના નામે ટ્રાન્સફરની ફી ચૂકવવી પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત મુજબ ફી ચૂકવવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સમાં કોઈ સીધો વધારો કરવામાં આવતો નથી, પરંતુ ટ્રાન્સફર ફી હવે ફરજિયાત પણે ઘર ખરીદનાર વ્યક્તિ ઉપર નાખીને નાગરિકો પર એક પ્રકારનો બોજો નાખવામાં આવ્યો છે. જો કોઈ વેચાણ દસ્તાવેજ કરાવે અને પોતાના નામે મકાન કરી લે છે તો તેને કોઈ કી ચૂકવવી પડતી નથી, પરંતુ હવે આ પ્રથમ માલિક તરીકે માત્ર બિલ્ડરનું જ નામ ઉમેરવાના કારણે કોર્પોરેશનની આવકમાં વધારો થશે, પરંતુ જ્યારે દસ્તાવેજ થશે ત્યારે જ ટેક્સ બિલમાં નામ બદલવામાં આવશે અને નાગરિકો પોતાની ટ્રાન્સફર ફી ચૂકવશે.

આ પણ વાંચો, Navsari: 8 માર્ચે નવસારીમાં લખપતિ દીદી સન્માન સમારોહ, PM મોદી ઉપસ્થિત રહેશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *