ગુજરાતમાં નકલી ભરતી કૌભાંડ, યુવાઓના ભવિષ્ય સાથે ચેડા; યુવરાજ સિંહ જાડેજાનો ઘટસ્ફોટ

ગુજરાતમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ગુજરાતમાં હવે નકી ભરતી કૌભાંડ સામે આવ્યું છે. આ ભરતીની કોઇ મંજૂરી જ લેવામાં આવી નહતી. ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી, ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી, પ્રીલિમીનરી પરીક્ષા લેવામાં આવી, મુખ્ય પરીક્ષા લેવામાં આવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઇ ગયા, મેડિકલ વેરિફિકેશન પણ કરી નાખવામાં આવ્યું અને જગ્યાની ફાળવણી પણ કરવામાં આવી અને જ્યારે નિમણૂંક પત્ર દેવાની વાત આવી ત્યારે કહેવામાં આવ્યું કે આ ભરતીની મંજૂરી જ લેવામાં આવી નથી.આ ઘટનાનો ખુલાસો યુવરાજ સિંહ જાડેજાએ કર્યો છે.

આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઇ અને જ્યારે વિભાગને નિમણૂક પત્રો દેવા માટે વાત કરવામાં આવી તો વિભાગે કહ્યું કે અમારી પાસે તો મંજૂરી જ નથી. અમારે પૂર્વ મંજૂરી લેવી પડે. ગુજરાત સરકારનું ઊર્જા અને પેટ્રો વિભાગની મંજૂરી લેવી પડે તે કોઇ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહતી.

રાજ્યમાં ફરી એક પરીક્ષામાં ફક્ત બેદરકારી જ નહીં પરંતુ સુનિયોજિત રીતે કાવતરૂં રચી અધિકારી અને યુનિયને સાથે મળી યુવાનોના ભવિષ્યની સાથ ચેડા કરવામાં આવ્યા હોવાનો દાવો યુવરાજ સિંહ જાડેજાએ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *