Chhota Udepur: સટુંન ગામે ઢોંગી ભુવાનો પર્દાફાશ, પરીક્ષાર્થીઓની પેની વિધિના નામે ઉઘરાવતો રૂપિયા

છોટાઉદેપુરના સટુંન ગામે ઢોંગી ભુવાનો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભુવા દોરા ધાગા કરતો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે બોલ પેન આપી વિધિ કરતો હતો. પૈસાની માગણી કરતો હતો. જેનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કરી ભુવા પાસે માફી મંગાવી હતી.

છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના સટુંન ગામે ઢોંગી ભુવા ગણપત દ્વારા મહિલાના પગમાં માલિશ કરી દર્દ દૂર કરતો હતો. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે બોલ પેન આપી પરીક્ષામાં પાસ થવા માટેની પૂજા કરી વિધિ કરતો હતો. ચોખા અને કાળા દોરા બાંધીને ઢોંગ કરતો હતો. 

ભુવા કરી કબુલાત

માહિતી વિજ્ઞાન જાથાની ટીમને મળતા વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી સટુંન ગામના ઢોંગી ભુવાના ઘરે જઈને ચાલુ વિધિમાં તેને ઝડપી પાડ્યો હતો. ઢોંગી ભુવાએ કેમેરાની સામે ખોટું કરતો હોવાનું કબુલી લીધી હતું. હવે આ કામ બંધ કરવાની પણ ખાતરી આપી હતી. આ બધી ઢોંગી વિધિ કરવા બદલ લોકોની પણ માફી માંગી હતી.

આ પણ વાંચો, Ahmedabad: ગુનેગારોએ દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવું પડશે, પોલીસની લાગુ કરી ટ્રેડીશનલ પોલીસિંગ સિસ્ટમ

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *