Ahmedabad: 2 અને 3 મેના રોજ આ વિસ્તારોમાં ગુલ થશે વીજળી, ભર ઉનાળે પરેસેવે રેબઝેબ થશે અમદાવાદીઓ

અમદાવાદમાં લાઈટ જશે.. અમદાવાદમાં વીજળી ગુલ થશે… ભર ઉનાળે આવા સમાચારથી લોકો હાલ પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. અમદાવાદમાં 2 અને 3 મેના રોજ લાઈટ જશે તેવી ટોરેન્ટ પાવરના સમાચાર વહેતા થતા ટોરેન્ટ પાવરને સ્પષ્ટતા કરવી પડી છે. 

અમદાવાદમાં લાઈટ જવાના મેસેજ વાયરલ થયા છે. જેમાં કહેવાયું છે કે, અમદાવાદમાં 2 અને 3 મેના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. આ સાથે જ કેટલાક વિસ્તારોનો નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજને લઈ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં 2 અને 3 મેના રોજ અમદાવાદમાં વીજળી ગુલ થવાનો દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો હતો. ટોરેન્ટ કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું આયોજન નથી. નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો, Supreme Court: તમે સેનાનું મનોબળ તોડવા માંગો છો? સુપ્રીમ કોર્ટે પહેલગામ હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી અરજી ફગાવી

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

https://www.instagram.com/timenewsguj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *