Patan: પાટણ જિલ્લામાં 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી, 6.83 લાખ મતદારો 823 મતદાન મથકો પર કરશે મતદાન

પાટણ જિલ્લામાં અઢી વર્ષથી વહીવટદાર શાસિત ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૨ જૂને યોજાશે. આ ચૂંટણીમાં ૭૦ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અને ૨૨ નવી ગ્રામ પંચાયતોની ચૂંટણી સામેલ છે. ચૂંટણી પ્રક્રિયા ૨ જૂનથી શરૂ થશે. ઉમેદવારી નોંધણી ૯ જૂન સુધી ચાલશે. ૧૦ જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો ૧૧ જૂન સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

કુલ ૩૮૦ ગ્રામ પંચાયતો મા સરપંચની ૩૨૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે. સરપંચની બેઠકોમાં ૩૩ એસસી, ૪ એસટી, ૮૪ ઓબીસી અને ૧૮૯ જનરલ કેટેગરી ની બેઠકો છે. વોર્ડ સભ્યોની ૨૭૩૧ બેઠકો માટે પણ મતદાન થશે . મતદાન માટે બેલેટ પેપર ના ઉપયોગ કરાશે. ૮૨૩ મતદાન મથકો પર ૧૪૮૫ મત પેટીઓ મૂકવામાં આવશે

ચૂંટણી પ્રક્રિયા માટે ૯૬ ચૂંટણી અધિકારી અને ૯૬ મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ૪૭૭૧ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયા મા સેવા આપશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે૧૮૨૦ પોલીસ કર્મચારીઓ નો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ચૂંટણી મા ૩, ૪૯,૭૭૯ પુરુષ અને ૩,૩૩,૩૬૫ મહિલા મળીને કુલ ૬,૮૩,૧૪૪ મતદારો મતદાન કરશે. ૨૫ જૂને પરિણામ જાહેર થશે.

આ પણ વાંચો, Ahmedabad: પોલીસ દ્વારા ફ્લેગ મીટર બાબતે ગેરકાયદે કાર્યવાહી અંગે ઓટોરિક્ષા યુનિયન દ્વારા રજૂઆત

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *