ગુજરાત રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં દિવ્યાંગ, વૃદ્ધ સહિતના મતદારોમાં ભારે ઉત્સાહ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે. સવારે 7વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જેમાં એક મહાનગરપાલિકા. 3 તાલુકા પંચાયત 66 નગરપાલિકા અને 2 નગરપાલિકાની પેટાચૂંટણીનું આજે મતદાન છે. આ સાથે 3 મહાનગરપાલિકાની પેટાચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં આજે વોટ પડશે.
જૂનાગઢ મનપાની વાત કરીએ તો.શહેરના 15 વોર્ડની 60 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે.પરંતુ 8 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ચૂકી છે.જેથી આજે જૂનાગઢ મનપાની 52 બેઠક પર આજે ચૂંટણી છે. આજે 66 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી છે.જુદી જુદી 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠક પર આજે ચૂંટણી છે.જે પૈકી 167 બેઠક બિન હરીફ જાહેર થઈ ચૂકી છે.જેથી 1677 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યુ છે.

વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા પંચાયતનીં બે બેઠકો ફણસા અને સરીગામ 2 બેઠક પર કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. સરીગામ 2 બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.વહેલી સવારમાં કામદાર વર્ગ વિસ્તાર એવા સરીગામ 2 બેઠક પર મતદારોએ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *