શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને આવ્યો હાર્ટ એટેક, UN મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ

રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવ્યો છે. તેમણે તાત્કાલિક  યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. તેમને બ્લોકેજની સમસ્યા થતા સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ પછી તબિયત ખરાબ લાગતા તેમણે યુએન મહેતા હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. હાલ શિક્ષણ મંત્રીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *