અમદાવાદ અને મુંબઈમાં EDની ટીમના દરોડા, કાર, ઘડિયાળ અને કરોડોનું સોનું જપ્ત

અમદાવાદ અને મુંબઈમાં EDની ટીમે દરોડા પાડ્યા છે. શહેરના પાલડી વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાની લક્ઝુરીયસ કારો, રોકડ રૂપિયા અને સોનું મળ્યું છે. EDએ મેઘ શાહ, મહેન્દ્ર શાહના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.

આ દરોડા દરમિયાન 4 મોંઘી કાર મળી આવી છે, જેને જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ EDની ટીમને રોલેક્સ સહિતની 1.51 કરોડ રૂપિયાની ઘડિયાળો પણ દરોડા દરમિયાન મળી આવી છે. EDને દરોડા દરમિયાન 40 સંસ્થાના વિવિધ કંપનીઓના સ્ટેમ્પ અને ચેકબુક મળી આવી છે.  દરોડા દરમિયાન અનેક મહત્વના પુરાવા પણ કબ્જે કર્યા છે. આ તપાસમાં ઈડીની ટીમને 15 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. ઈડીની ટીમે મુંબઈ સહિત અમદાવાદના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છેઉલ્લેખનીય છે કે  8 ઓગસ્ટે EDએ દાની ડેટા એપ સ્કેમ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. EDએ અમદાવાદ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં 1,175  લોકોએ અંદાજીત 3.50 કરોડ જેટલી રકમ ગુમાવ્યાનો સ્પષ્ટ પણે ઉલ્લેખ કરાયો છે. દાની ડેટા એપના માધ્યમથી મોટી છેતરપિંડી આચરવામાં આવી હોય તેનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સારું રિટર્ન આપવાની લાલચે રૂપિયા પડાવ્યા છે. અગાઉ પણ આરોપીઓની સંપત્તિ જપ્ત કરાઈ હતી. 16 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ હતી. આરોપી વુંચુઆનાંબો ઉર્ફે ચેમ્બર ચીના સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *