ભાજપની તાનાશાહી, અહંકાર અને ભ્રષ્ટાચારના કારણે સાચા કાર્યકર્તાઓ ભાજપમા ગુંગણામણ અનુભવી રહ્યા છે. : ઇસુદાન ગઢવી AAP

રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. રાજ્યમાં થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક ઈમાનદાર આગેવાનો પોતાની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ સાથે કામ કરતા નેતાઓ તેમના સમર્થકો સાથે હવે AAPમાં જોડાય રહ્યા છે. આજે અમદાવાદનાં વસંતભાઇ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 1980થી ભાજપ સાથે કામ કરતા વસંતભાઇ પટેલ કે જેઓ ઠક્કરબાપા વિધાનસભા મજબૂત બનાવી, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે જ હર્ષદભાઈ નાંદોલીયા કે જેવો 2021માં કોંગ્રેસમાં કાર્યકર્તાના રૂપમાં જોડાયા હતા. ત્યારબાદ કોંગ્રેસની વિચારધારાથી અલગ થઈને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2024માં લોકસભામાં પણ અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને ખેડૂતો આંદોલન તેમજ અન્ય આંદોલનથી પ્રભાવિત થઈને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે જ ઉત્તર ગુજરાતનાં પાટીદાર આગેવાન, વિવિધ સમાજલક્ષી સેવાઓમાં કામ કરનાર, વર્ષોથી જનસેવામાં ભાગીદાર કરનાર મહેસાણાનાં નરેશભાઇ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ તમામ આગેવાનોને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વસંતભાઇ પટેલ, હર્ષદભાઈ નાંદોલીયા અને નરેશભાઇ પટેલનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલની વિચારધારા અને કામને રાજનીતિને લઈને દિવસેને દિવસે ખૂબ લોકો જોડાઈ રહ્યા છે. આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ભાજપમાં 1980થી કાર્યરત એવા વસંતભાઈ પટેલ કે જેમણે વિવિધ ભાજપના સંગઠનમાં સેવાઓ આપી છે. અમદાવાદમાં ઠક્કરબાપા વિધાનસભા હોય, અમદાવાદ હોય કે ઉત્તર ગુજરાત હોય વિવિધ જગ્યાઓ પર સેવાઓ આપી છે. તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મને ખૂબ આનંદ થાય છે કે વસંતભાઈ જેવા આગેવાન સમાજનું પણ વિવિધ તબક્કે કામ કર્યું છે. સમાજના આગેવાન સાથે ભાજપમાં પણ રહ્યા છે. તેઓ આખી કાર્યકર્તાઓને ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમના ભાઈ માજી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. આ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે હર્ષદભાઈ નાંદોલીયા કે જેવો 2021માં કોંગ્રેસમાં કાર્યકર્તાના રૂપમાં જોડાયા હતા. ત્યારબાદ કોંગ્રેસની વિચારધારાથી અલગ થઈને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. 2024માં લોકસભામાં પણ અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી. ઘણા સમયથી આમ આદમી પાર્ટી અને ખેડૂતો આંદોલન તેમજ અન્ય આંદોલનથી પ્રભાવિત થઈને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમનું પણ સ્વાગત કર્યું હતું.

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને ઉત્તર ગુજરાતના પાટીદાર આગેવાન,સમાજલક્ષી સેવાઓમાં કામ કરનાર, વર્ષોથી જનસેવામાં ભાગીદારી કરી તેવા મહેસાણાનાં નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું તેમને દિલથી આવકારું છું. આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા બદલ નરેશભાઈ પટેલ અને આખી ટીમને અભિનંદન પાઠવું છું. ભાજપમાં અત્યારે તાનાશાહી, અહંકાર,ભ્રષ્ટાચાર ચરણસીમાએ છે. જે ભાજપના સાચા કાર્યકર્તાઓ હતા તે ભાજપમાં ગુંગણામણ અનુભવી રહ્યા છે. સાચી ભાજપ હવે રહી નથી, હવે લૂંટારી ગેંગ બની ગઈ છે. એટલા માટે જે સાચા કાર્યકર્તાઓ અને સાચા આગેવાનો છે તેમણે પોતાને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને સત્તા અપાવડાવીને અમે પાપના ભાગીદાર થયા છીએ. આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભાજપને ફરીથી હટાવવી પડશે. ભાજપને હટાવી શકે તેવી એક જ પાર્ટી ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે. હું વસંતભાઈને ખુબ ખુબ આવકારું છું. આમ આદમી પાર્ટી કામની રાજનિતી કરતી પાર્ટીમાં જે લોકો જોડાય રહ્યા છે તે ખૂબ પુણ્યનું કામ કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *