Gandhinagar: નશાની હાલતમાં રફતારનો કહેર; સિટી પ્લસ સિનેમા પાસે નશામાં ધૂત કાર ચાલકે લોકોને કચડ્યા, એક મહિલા સહિત 4ના મોત

ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પુરપાટ ઝડપે આવતી હેરિયર કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જનાર કાર નંબર GJ-18-EE-7887 હિતેશ પટેલના નામે ગાડીનું રજિસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો, Rajkot: ગૃહ રાજ્યમંત્રીએ રાજકોટમાં પોલીસ અધિકારીઓ-વકીલો સાથે બેઠક યોજી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *