Ahmedabad: શ્વાનના હુમલામાં ચાર માસની બાળકીના મોતનો મામલો, શ્વાન માલિકની ધરપકડ

અમદાવાદના હાથીજણમાં શ્વાનના હુમલામાં બાળકીના મોત મામલે શ્વાન માલિક સામે ગુનો દાખલ કરાયો છે.. શ્વાન માલિક દિલિપ પટેલ સામે ગુનો નોંધાયો છે.. પોલીસે શ્વાન માલિકની ધરપકડ પણ કરી છે. તેમની સામે નિયમોને અવગણીને અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકવાનો આરોપ લાગ્યો છે. તો સાથે જ એ શ્વાન જેણે બાળકીનું મોત નિપજાવ્યું હતું તેને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલાયો છે.

ઘટના શું હતી તેના પર એક નજર કરીએ તો એક યુવતી તેના હાથમાં ચાર મહિનાની બાળકીને લઇને સોસાયટીમાં બેઠી હતી. આ યુવતી બાળકની કાકી હતી. તે દરમ્યાન અન્ય એક યુવતી તેના પાલતુ રોટ વિલર પ્રજાતિના અત્યંત ખતરનાક મનાતા શ્વાનને લઈને બહાર નીકળી હતી. જે પ્રમાણે લોકો કહી રહ્યા છે તે મુજબ યુવતી ફોન પર વાતચીતમાં વ્યસ્ત હતી, અને આ દરમિયાન તેનું ધ્યાન શ્વાન પરથી હટી ગયું, કુદકા મારતો શ્વાન તેના હાથમાંથી છૂટી ગયો અને પેલી યુવતીના ખોળામાં રહેલી 4 મહિનાની બાળકી પર તૂટી પડ્યો શ્વાને બાળકી પર આક્રમક રીતે હુમલો કર્યો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઇ. ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD (કેટલ એન્ડ ડોગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ટીમે હુમલો કરનાર કૂતરાને પાંજરે બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો, Ahmedabad: બુટલેગરના ઘર પર ચાલ્યુ બુલડોઝર, ત્રણ માળનું મકાન તોડી પડાયું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *