Ahmedabad: બુટલેગરના ઘર પર ચાલ્યુ બુલડોઝર, ત્રણ માળનું મકાન તોડી પડાયું

અમદાવાદમાં વધુ એક ગુનેગારના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું હતું. નરોડાના મુઠીયા ગામના કુખ્યાત બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું છે. ત્રણ માળના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું હતું.

અમદાવાદના નરોડાના મુઠીયા ગામના કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીના મકાન પર બુલડોઝર ફરી વળ્યું હતું. કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. બુટલેગર જયેશ પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે.

તાજેતરમાં BNS 111(3) હેઠળ સંગઠિત ટોળકીના ગુનો નોંધ્યો હતો. જયેશ સોલંકી સહિતના શખ્સો  સિન્ડીકેટ બનાવી ગુજરાત બહારથી દારુ જથ્થો લાવી અમદાવાદ લાવતા હતા અને વેચતા હતા. બુટલેગર જયેશ ઉર્ફે જીગો, અનિલ ઉર્ફે કાલી અને પ્રદીપ ઉર્ફે પદીયો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો, BSF જવાનની દેશ પરત ફરવાની પ્રથમ તસવીર આવે સામે, પાકિસ્તાને કયા નિયમ હેઠળ પરત મોકલ્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *