Digiyatra: અદાણી એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો

અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ની ડિજીયાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ્ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓન બોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHLના તમામ સાત કાર્યરત એરપોર્ટ મુસાફરોને ડિજીયાત્રાનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ મહત્વપૂર્ણ પગલું AAHLની સીમલેસ, પેપરલેસ અને કોન્ટેક્ટ લેસ મુસાફરીના અનુભવને વધુ બહેતર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

AAHLના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, “15 ઓગસ્ટ 2023 ના રોજ શરૂઆતથી જ પાંચ એરપોર્ટ મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ અને ગુવાહાટીના મુસાફરોને ડિજીયાત્રાની સુવિધા પૂરી પાડી રહ્યા છે. મેંગલુરુ અનેતિરુવનંતપુરમ્ એરપોર્ટ્સ પર ડિજીયાત્રાની સુવિધા પૂરી પાડવી એ મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા પ્રદાન કરવાના AAHLના અભિગમને દર્શાવે છે. અમારા કેટલાક એરપોર્ટ પર એક દિવસમાં ડિજીયાત્રાનો 37 ટકા જેટલો વધુ ઉપયોગ મુસાફરોની તેમાં રૂચિ દર્શાવે છે. ડિજીયાત્રાની સુવિધાથી યાત્રાળુઓને મુસાફરીના અનુભવમાં નવો આયામ મળ્યો છે.”

ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રને અત્યાધુનિક ટેકનોલોજી અપનાવતા ડિજીયાત્રાનો અમલ એ મુસાફરોને વિશ્વકક્ષાની સેવાઓ પૂરીપાડવાની AAHLની પરિવર્તનશીલ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અદાણી એરપોર્ટ્સ પર લોંચીગ બાદ 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો છે. ડિજીયાત્રા પહેલનો ઉદ્દેશ્ય પેપરલેસ અને મુશ્કેલી મુક્ત મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે, જેમાં એરપોર્ટ પર સીમલેસ પ્રવેશ માટે ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.

ડિજીયાત્રા દ્વારા ઉપયોગમાં લેવાતી ચહેરાની ઓળખ ટેકનોલોજી વિવિધ ચેકપોઇન્ટ પર સીમલેસ પેસેજને સક્ષમ બનાવે છે. ડિજીયાત્રા ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને ટાળે છે. બાયોમેટ્રિકડેટા દ્વારા મુસાફરોની ઓળખ ચકાસીને તે ઉચ્ચતમ સુરક્ષા પૂરી પાડે છે. વળી ડિજીયાત્રાથી વિવિધ ટચ પોઇન્ટ્સ પર રાહ જોવાના સમયમાં પણ ઘટાડો થાય છે. તેનાથી મુસાફરો સુરક્ષા અને ગોપનીયતામાં બાંધછોડ કર્યા વગર સરળ અને ઝડપી મુસાફરી કરી શકે છે.
આ પણ વાંચો, Gandhinagar: વિધાનસભાના પ્રાંગણમાં ઉજવાયો હોળી ઉત્સવ, ઢોલનગારાના તાલે ઝૂમ્યા રાજનેતાઓ