Operation Sindoor: શું પાકિસ્તાને 6 ફાઇટર જેટ તોડી પાડ્યા હતા? CDS અનિલ ચૌહાણે આપ્યો જવાબ

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાના દાવાને નકાર્યો છે. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આ દાવો તદ્દન ખોટો છે. જોકે આગળ તેમણે કહ્યું છે, કે ‘કોઈ પણ યુદ્ધ નુકસાન વગર લડી શકાય નહીં.
ભારતે પાકિસ્તાનને જે પ્રભાવી રૂપથી જવાબ આપ્યો. મહત્ત્વની વાત એ છે કે અમે ભૂલોને સમજી તેમાં સુધારો કરી શકીએ છીએ.’ પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતના છ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. જેના જવાબમાં અનિલ ચૌહાણે કહ્યું છે, કે ‘તદ્દન ખોટું. ગણતરી મહત્ત્વની નથી, મહત્ત્વનું એ છે કે વિમાન કેમ પડ્યા અને અમે શું શીખ્યા? અને તેમાં શું સુધારો કર્યો.’
આ મામલે કોંગ્રેસે પણ વીડિયો શેર કરી સરકાર સામે સવાલ કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે, કે ‘અનિલ ચૌહાણ તેમના નિવેદનમાં માની રહ્યા છે કે ભારતે ફાઈટર જેટ ગુમાવ્યાં છે. તો પછી મોદી સરકાર આ વાત કેમ છુપાવી રહી છે?’
આ પણ વાંચો, Operation Sindoor: પાકિસ્તાન PoK ભારતને સોંપવા તૈયાર, સપ્ટેમ્બરમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે!