નવી નોકરીઓનો ‘ડેટા વિસ્ફોટ’: 2030 સુધીમાં આ સેક્ટરમાં 1 લાખ લોકોને મળશે નોકરી, એન્જિનિયરોની લોટરી લાગશે!

નોકરીની શોધમાં ફરી રહેલા યુવાનો માટે એક જોરદાર તક છે. ભારતમાં એક સેક્ટર એવું છે, જેમાં આવનારા સમયમાં બહોળા પ્રમાણમાં રોજગારની તકો ઊભી થશે. આ સેક્ટર છે ડેટા સેન્ટર ઉદ્યોગ. રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2030 સુધી આ ક્ષેત્રમાં લગભગ 1 લાખ કુશળ એન્જિનિયરો અને પ્રોફેશનલ્સની જરૂર હશે. ડેટાનો વધતો ખર્ચ અને ભારતમાં ધડાધડ સ્થાપિત થઈ રહેલા ડેટા સેન્ટર્સ આ બજારમાં નોકરીઓનો પ્રવાહ લાવશે.
NLB સર્વિસિઝના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ડેટા સેન્ટરનું બજાર ઝડપથી વિસ્તારિત થઈ રહ્યું છે. આ દાયકાના અંત સુધી આ માર્કેટની વેલ્યૂ 22 અબજ ડોલરથી વધારે હોઈ શકે છે. વર્તમાનમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતા 1.5 ગીગાવોટ છે, જે વર્ષ 2030 સુધી વધીને 6.5 ગીગાવોટ થવાનો અંદાજ છે. ભારતના ડેટા સેન્ટર સેક્ટરમાં હજુ સુધી 126 અબજ ડોલરથી વધારે રોકાણની ડીલ થઈ ચૂકી છે. આ જ કારણ છે કે, તે ભારતનું સૌથી ઝડપથી વધતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર બની ગયું છે.
કોની-કોની કિસ્મત ખુલશે?- જો તમે ટેક ફીલ્ડથી છો, તો તમારી કિસ્મત ચમકવાની છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવવાથી હવે પરંપરાગત નોકરીઓની જગ્યાએ નવા પ્રકારના એક્સપર્ટ્સની માંગ છે. જો તમને ક્લાઉડ ઓપરેશન્સ, ઓટોમેશન, AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, ડેવઓપ્સ અને ડેટા સેન્ટર ઓટોમેશનની સમજણ છે, તો આગલ તમારા માટો ખૂબ મોકા આવવાના છે. આવનારા સમયમાં કુલ ડેટા સેન્ટરનું 30 ટકા કામ માત્ર Ai પર આધારિત હશે.
આ લોકોની પણ લોટરી લાગશે- ડેટા સેન્ટર માટે મોટા-મોટા સેટઅપની જરૂર હોય છે. આ જ કારણ છે કે, લિક્વિડ કૂલિંગ એન્જિનિયર, એનર્જી ઓપ્ટિમાઈઝેશન સ્પેશિયાલિસ્ટ, ક્રિટિકલ્સ ફેસિલિટિઝ એન્જિનર અને પાવર સિસ્ટમ એક્સપર્ટ્સ જેવા નવા પદો પર પણ બમ્પર ભરતીઓ થશે. ડેટા સેન્ટર્સને ઠંડી અને એડવાન્સ કૂલિંગ સિસ્ટમની જરૂર હોય છે. તેને સંભાળવા માટે આ એન્જિનિયરોની ખૂબ ડિમાન્ડ રહેવાની છે.
એનએલબી સર્વિસીસ (NLB Services) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સચિન અલુગે જણાવ્યું છે કે, ભારતમાં ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર માત્ર એક માળખાગત પ્રોજેક્ટ નથી, પરંતુ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણની એક મોટી તક છે. તેમણે કહ્યું કે, “ભારત જે ઝડપે ડિજિટલ પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે, તેનાથી AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ ઓપરેશન્સ, ઓટોમેશન, પાવર સિસ્ટમ્સ અને ક્રિટિકલ ફેસિલિટી મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ) ની નવી પેઢીની માંગ ઝડપથી વધી રહી છે.”
આવડતથી અછત બની શકે મુશ્કેલી- એક્સપર્ટ્સે ચેતવણી આપી છે કે, જો શિક્ષણ સંસ્થા, ઉદ્યોગ અને નીતિ-નિર્માતા મળીને ભવિષ્યના અનુરૂપ કુશળ કાર્યબળ તૈયાર નથી કરતા, તો કોશલ્યની અછત આ ક્ષેત્રની તેજ વૃદ્ધિના વેગમાં મોટી મુશ્કેલી બની શકે છે.