Dahod: PM મોદીના આગમન પહેલાં વિરોધ, દાહોદ જિલ્લામાં સામાજિક કાર્યકરોને ડિટેઇન કરાયા

ગત 7 મેના રોજ ભારતે પાકિસ્તાનને પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું હતું. ‘ઓપરેશન સિંદૂર’ બાદ PM મોદી પહેલીવાર ગુજરાત આવ્યા છે, વડોદરામાં મોદીએ કેસરી કોટીમાં રોડ શો કર્યો. બાદમાં મોદી દાહોદ જવા રવાના થયા છે. વડાપ્રધાનના આગમન પહેલા દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી સામાજિક કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા છે.


દાહોદ જિલ્લા સહિત તાલુકા વિસ્તારના અનેક સામાજિક કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા છે. જેમાં મેહુલભાઈ તાવિયાડ, મહેશભાઈ પારગી, કોંગ્રેસ પાર્ટીના સુભાષભાઈ પારગી, તેમજ ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં રહેતા શિરીષભાઈ બામણીયા સહિત કેતનભાઈ બામણીયા તેમ જ અનેક તાલુકા વિસ્તારના સાથે સામાજિક કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ડિટેઇન કરવામાં આવ્યા છે.
રિપોર્ટ- દિપક લબાના
આ પણ વાંચો, New variant of Corona LF.7: રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાતા મચ્યો ખળભળાટ