J&Kના અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ જેવી સ્થિતિ:ઇન્ટરનેટ બંધ, કર્ણાટકના 100 લોકો દુબઈ-બહેરીનમાં ફસાયા

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ દરમિયાન કર્ણાટકના 100 લોકો દુબઈ અને બહેરીનમાં ફસાયા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે, મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સેંકડો મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે. આ તરફ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલ ચોક પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ત્યાં ભારે સુરક્ષા દળો તહેનાત છે. ખામેનીના મોતના વિરોધમાં રવિવારે શિયા સમુદાયના સભ્યોએ લાલ ચોક પર વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સતત બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાં ફસાયેલા ભારતીયો અને ભારતમાં સુરક્ષાને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને રવિવારે રાત્રે 9.30 વાગે સુરક્ષા સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં શાહ, રાજનાથ, CDS ચૌહાણ નાણામંત્રી પણ હાજર રહ્યા હતા.
મીટિંગમાં વેસ્ટ એશિયામાં રહેતા ભારતીયો અને ત્યાં ફસાયેલા લોકોની સુરક્ષા, પરિસ્થિતિ બગડે તો તેનો કેવી રીતે સામનો કરવો, તેના પર ચર્ચા થઈ. હાલમાં, વેસ્ટ એશિયાનું એરસ્પેસ લગભગ બંધ છે. પીએમએ X પોસ્ટમાં જણાવ્યું કે તેમણે UAEના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી.
પીએમએ લખ્યું- ‘ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે ઊભું છે. ત્યાં રહેતા ભારતીય સમુદાયનું ધ્યાન રાખવા બદલ તેમનો આભાર માન્યો. અમે તણાવ ઓછો કરવા, શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ.’ તેમણે UAE પર થયેલા હુમલાઓની નિંદા કરી.
ઇરાનમાં લગભગ 10,000 ભારતીય નાગરિકો રહે છે, અભ્યાસ કરે છે અને કામ કરે છે. જ્યારે 40,000 થી વધુ ઇઝરાયેલમાં રહે છે. ગલ્ફ અને વેસ્ટ એશિયામાં લગભગ 90 લાખ ભારતીયો છે.
PMએ એમ પણ જણાવ્યું હતું કે તેમણે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે હાલની સ્થિતિ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી હતી અને ભાર મૂક્યો હતો કે નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત દુશ્મનાવટનો વહેલાસર અંત લાવવાની જરૂરિયાતનો પર ભાર મુકે છે.
ખરેખર, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ થયું છે. દેશ-દુનિયાભરમાં આને લઈને પ્રદર્શનો થઈ રહ્યા છે. ભારતમાં પણ શ્રીનગર, લખનઉ, સંભલ, પટના સહિત 15થી વધુ શહેરોમાં પ્રદર્શનની તસવીરો સામે આવી.
https://www.instagram.com/timenewsguj