CORONA: દેશના આ 16 રાજ્યોમાં ફેલાયો કોરોના, આંકડો હજાર પાર, દિલ્લીમાં 104 કેસ

કોરોના વાયરસ ફરી એકવાર માથું ઉચક્યું છે. જેના પર આરોગ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકારો નજર રાખી રહી છે. સોમવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, કોરોના ચેપના સક્રિય કેસોની સંખ્યા 1009 પર પહોંચી ગઈ છે. જેમાંથી તાજેતરમાં 752 કેસની પુષ્ટિ થઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી, આ આંકડો 257 હોવાનું નોંધાયું હતું, પરંતુ સોમવારે જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓમાં, કેસોમાં વધારો થયો છે. આ સાથે, આરોગ્ય મંત્રાલય દ્વારા 7 દર્દીના  મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં મહારાષ્ટ્રમાં 4, કેરળમાં 2 અને કર્ણાટકમાં 1 મૃત્યુનો સમાવેશ થાય છે, જોકે આ મૃત્યુ વિશે વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી.

કયા રાજ્યમાં કેટલા કેસ છે?

જો આપણે કોવિડ- 19ના તાજેતરના કેસોની વાત કરીએ, તો આ સમયે સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય કેરળ છે. કેરળમાં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209 સક્રિય કેસ, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં9, હરિયાણામાં 9, આંધ્રપ્રદેશમાં 4, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢમાં 1, ગોવામાં 1 અને તેલંગાણામાં 1 એક્ટિવ કેસ છે. ભારતમાં કુલ કેસ 1009 છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ  કેસ નોંધાયેલા નથી.

આ પણ વાંચો, PM Modi in Dahod: દેશના પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમૉટિવ એન્જિનને આપી લીલી ઝંડી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *