Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ, સ્થિતિ ગંભીર, 5નાં મોત

જમ્મુ-કાશ્મીરમાં વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. અલગ-અલગ ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે. નદીઓ અને તળાવો છલકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 24કલાકમાં ભારે પવન સાથે વરસાદી આગાહી કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આવેલું છે, જે હાલ માટે બંધ છે. રામબન અને બનિહાલ વચ્ચે અનેક સ્થળોએ ભૂસ્ખલનની જાણ થઈ છે, જેનાથી રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉધમપુરથી શ્રીનગર તરફ કોઈ વાહન જવાની મંજૂરી આપવામાં આવી નથી. ટ્રાફિક પોલીસે લોકોને હાલ જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરી કરવાનું ટાળવાની અપીલ કરી છે. રસ્તો સાફ થઈ જાય અને સ્થિતિ સામાન્ય થઈ જાય પછી જ અવરજવરને મંજૂરી આપવામાં આવશે.
એક બાજુ સમગ્ર ભારત આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે અહીં કુદરત એક અલગ જ રૂપ દેખાડી રહી છે. મુશળધાર વરસાદથી લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. રસ્તાઓ અને ખીણોમાં પાણી વહેતું જોવા મળે છે. અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. રામબનમાં વાદળ ફાટવાના અને ભૂસ્ખલનને સ્થિતિને વધુ વિકટ બનાવી છે.
આ પણ વાંચો, Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલન સાથે તબાહી, રસ્તોઓ થયા બ્લોક, ગુજરાતીઓ ફસાયા