Congress leader Bharatsinh Solanki: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો, પત્ની અને મહિલા મિત્ર આવ્યા સામસામે

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં આવ્યો હતો. આણંદમાં ભરતસિંહના પત્ની અને સ્ત્રી મિત્ર સામસામે આવી ગયા હતા. વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર પત્ની- સ્ત્રી મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ભરતસિંહના સ્ત્રીમિત્રને પત્નીએ જાહેરમાં ધમકાવ્યાની ચર્ચા શરૂ થઇ હતી.
લાંબા સમય સુધી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. અગાઉ પણ ઘરમાં ઘૂસી ભરતસિંહના પત્નીએ સ્ત્રીમિત્રને મેથીપાક ચખાડ્યો હતો. ભરતસિંહના પત્ની અને સ્ત્રીમિત્રને મેથીપાક ચખાડતો વીડિયો પણ વાયરલ થયો હતો. બબાલ બાદ મોડી રાત્રે નેતાજીને સ્ત્રી મિત્રને લઈ પોલીસ મથકે જવાની ફરજ પડી હતી. સ્ત્રીમિત્રએ ભરતસિંહના પત્ની વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી. ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની વચ્ચેનો વિવાદ હાલ કોર્ટમાં છે. પોલીસ તરફથી ઘટના અંગે હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં ભરતસિંહ સોલંકીના પત્ની અને ભરતસિંહની સ્ત્રી મિત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર ભરતસિંહની સ્ત્રીમિત્રને ને તેમના પત્નીએ ધમકાવ્યા હોવાની ચર્ચા છે. સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી થશે કે કેમ તે અંગે અસમંજસ છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ આણંદ ટાઉન પોલીસ મથકે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો, Entertainment: ડીપનેક બ્લેઝરમાં તારા સુતરિયાએ બિખેર્યો હૂસ્નનો જલવો, તસવીરોથી વધ્યુ તાપમાન