Olympic Games માટે આસારામ સહિત ત્રણ આશ્રમને કલેક્ટરે ફટકારી નોટિસ, 140 એકર જમીન ખાલી કરવા આદેશ

Ahmedabad ગુજરાતમાં 2036ની Olympic Gamesનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા પાસે Olympic Games માટેનાં સ્ટેડિયમ બનાવવાની તૈયારી પૂરજોશમાં શરૂ કરાઈ છે ત્યારે ગુજરાત સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ ફટકારી છે. મોટેરાના આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ એ ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે.

ગુજરાત સરકાર અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવી રહી છે કે જેમાં ઓલિમ્પિક ગેમ્સની કક્ષાના સ્ટેડિયમ હશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની પાસે ઓલિમ્પિક વિલેજ કરવા કહી દેવાયું છે. આ 140 એકરમાંથી 85 ટકા જમીન તો આશારામ આશ્રમની જ છે. કુલ 140 એકર જમીનમાંથી આસારામ આશ્રમ પાસે લગભગ 120 એકર જમીન છે.

આ પણ વાંચો, Gandhinagar: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, બધાને મળશે ટેક્સમાં જંગી છૂટ! ગુજરાત સરકારનો મોટો નિર્ણય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *