પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી કરતા શખ્સો વિરૂદ્ધ કડક પગલાં લેવા CMનો આદેશ

આજે ગાંધીનગરમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને મોટા આદેશ કર્યા છે. વાસ્તવમાં કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના મુદ્દાઓને લઈને અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા, પ્રિમોન્સૂન કામગીરી અને સરકારી કામકાજની ગુણવત્તા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરેક વિભાગમાં અસરકારક સમીક્ષા કરીને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.
આ બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. લોકો અને ખેડૂતોને ઈંધણની અછતનો સામનો ન કરવો પડે તે માટે સતત દેખરેખ રાખવા પણ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું.
આ સાથે વાવેતરની સિઝન નજીક આવતા મુખ્યમંત્રીએ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને DAP ખાતરની સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તેની આગોતરી તૈયારી કરવા ભાર મૂક્યો હતો. ખેડૂતોને સમયસર ખાતર અને ઇંધણ મળી રહે તે માટે તંત્રને સક્રિય રીતે આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પ્રિમોન્સૂન કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી મોસમ પહેલાં રસ્તા, ડ્રેનેજ અને અન્ય આવશ્યક સુવિધાઓની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે વિભાગોને રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવા આદેશ અપાયા હતા. મુખ્યમંત્રીએ વરસાદ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ કેસમાં તથ્ય પટેલ ‘આઝાદ’, સુપ્રીમ કોર્ટે આપ્યાં નિયમિત જામીન