Indore: ટીમ ઇન્ડિયાની જીત બાદ ઇન્દોરમાં બે જૂથ વચ્ચે અથડામણ,પેટ્રોલ બોમ્બ ફેંક્યા, દુકાનો સળગાવી

મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લાના મહુમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ બે પક્ષ વચ્ચે અથડામણ થઇ હતી. આ દરમિયાન જીતની ઉજવણી માટે નીકળેલી રેલી પર બીજા પક્ષના લોકોએ પથ્થરમારો કર્યો હતો તેમજ કેટલાક વાહનોમાં આગ લગાવીને તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ઇન્દોરમાં ભારતની જીતની ઉજવણીમાં વિવાદ

ઇન્દોરના કમિશનર આશીષ સિંહે આ ઘટના પર કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે અને વિસ્તારમાં સુરક્ષાદળ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે.

બે પક્ષો વચ્ચે ટકરાવ થતા હિંસાની ઘટના બની

ઇન્દોર ગ્રામીણ એસપી હિતિકા વાસલે કહ્યું, ‘અહીં બે પક્ષો વચ્ચે ટકરાવ થયો હતો અને હિંસાની કેટલીક ઘટના બની છે. આ ઘટના ટીમ ઇન્ડિયાની જીત બાદ થઇ હતી. આ ઘટના ફટાકડા ફૂટ્યા બાદ બની હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થવાના સમાચાર છે. સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે. વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે . ફેક સમાચાર પર વિશ્વાસ ના કરવો જોઇએ. આ ઘટનામાં વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો, Ambaji: ત્રિશુલિયા ઘાટીમાં ગમખ્વાર અકસ્માત, બ્રેક ફેલ થયેલા ટ્રકે ઈકો કારને ટક્કર મારી, 6થી વધુ ઘાયલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *