કુખ્યાત ચિરાગ ગોટીના પિતાની ધરપકડ, અપહરણ અને 2 લાખની ખંડણીનો આરોપ

સુરત શહેરમાં આતંક ફેલાવનાર અને ધાક ધમકીથી ખંડણી માંગનાર ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની ચોક બજારથી  ચિરાગના પિતા ઘનશ્યામ ગોટીને પોલીસે ઝડપી પાડ્યાં છે. આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો,  ઉલ્લેખનિય છે કે, ચિરાગના પિતા પણ તેમના દરેક કાંડમાં અને ગુનાહિત પ્રવૃતિમાં સામેલ હોવાથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. જિગ્નેશ વ્યાસે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી.. જમીન દલાલ જીગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી સહિતના સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.  જેના સંદર્ભે પગલા લેતા પોલીસે આજે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે,

શું છે સમગ્ર મામલો

સમગ્ર કેસની વાત કરીએ તો જીગ્નેશ વ્યાસનું અપહરણ કરીને તેમને પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ગોટી ગેંગે જિગ્નેશ વ્યાસ પાસેથી ધાક ધમકી આપીને 50 હજાર તો પડાવી લીધા હતા. ઉલ્લેખનિય છે કે, સુરતની આ કુખ્યાત ગોટી ગેંગ નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને તેમની મહેનતની કમાણી હડપ કરવા માટે જાણીતી બની ગઈ હતી, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. આ મામલે જિગ્નેશ વ્યાસની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતા ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *