Chhota Udaipur: અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો, બોડેલીમાં 5 વર્ષની બાળકીની કુહાડીથી ગળું કાપી હત્યા કરાઈ

છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવી છે જેમાં બોડેલીના પાનેજમાં 5 વર્ષીય બાળકીની બલી ચઢાવી દેવાઈ છે તો આરોપી ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરીને આ કામ કર્યુ છે. ઘરના સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી દેવાતા ગામમાં રોષની લાગણી જોવા મળી છે.
ગુજરાતમા હજી પણ ગામડાઓમાં અંધશ્રધ્ધાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યાં છે,ત્યારે આવો જ એક કિસ્સો છોટાઉદેપુરમાં બન્યો છે જેમા બાળકીને લઈ જવામાં આવે છે અને ભુવાએ પરિવારની સામે જ ગળું કાપીને તેની હત્યા કરી દેવામાં આવતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ છે,ગ્રામજનોએ આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરી છે.અને પોલીસે આરોપી ભુવા લાલુ તડવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની ટીમે આસપાસના લોકોના નિવેદન લઈને પંચનામું પણ કર્યુ છે,તો બાળકીના મૃતદેહને મામલતદારની હાજરીમાં પીએમ માટે મોકલી આપ્યો છે,તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.નાનો ભાઈ બલી માટે બાળકીને લઈ ગયો હતો અને સમગ્ર ઘટના સામે આવી છે,તો આરોપીની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.
આ પણ વાંચો, Rajkot: ગોંડલના યુવાન રાજકુમાર જાટની હત્યા? કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ CBI તપાસની માગ કરી