Rajkot: ગોંડલના યુવાન રાજકુમાર જાટની હત્યા? કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ CBI તપાસની માગ કરી


ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. તેમના બંગલા પાસે પિતા-પુત્રને માર માર્યો હોવાના આરોપ વચ્ચે હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આક્ષેપ કર્યા છે. મૃતકના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે મેં જે અગાઉ કીધું હતું તે થયું છે. મારા દીકરા સાથે શું થયું, શું નહીં તેની મને ખબર નથી. મારી સાથે જે બનાવ બન્યો ત્યારથી હું એક જ વાત કહી રહ્યો છું, અમને ન્યાય જોઈએ છીએ. હું 30 વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પ્રથમ વખત બન્યું છે. મારા દીકરાની હત્યા થઈ હોય તેવી મને શંકા છે, જે પણ હોય અમને બસ ન્યાય જોઈએ છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુમ થયેલા યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યા બાદ, મૃતકના પરિવારજનોએ ભાજપ ધારાસભ્યના પરિવાર પર શંકાસ્પદ હત્યાનો આરોપ લગાવ્યો છે.
પરિવારને ન્યાય મળે તે માટે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે આજે નિયમ 116 હેઠળ ચર્ચાની માગ કરી છે અને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
ગોંડલના યુવાન રાજકુમાર જાટ, જે 7 દિવસથી ગુમ હતા, તેમનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો છે. 4 માર્ચે હિટ એન્ડ રન અકસ્માતમાં તેમના મૃત્યુની નોંધણી કુવાડવા પોલીસ મથકમાં થઈ હતી. રાજકુમારના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેમના સાથીઓ પર રાજકુમારને માર માર્યાનો આરોપ મૂક્યો હતો, જે બાદ રાજકુમાર ગુમ થયા હતા. રાજકુમાર UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા.
આ પણ વાંચો. Ambaji: ત્રિશુલિયા ઘાટીમાં ગમખ્વાર અકસ્માત, બ્રેક ફેલ થયેલા ટ્રકે ઈકો કારને ટક્કર મારી, 6થી વધુ ઘાયલ