Chahal-Dhanashree’s divorce: રૂ.4.75 કરોડના સેટલમેન્ટમાં ચહલ-ધનશ્રીના છૂટાછેડા: હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે નિર્ણય આપ્યો

યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડા થઈ ગયા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર ફેમિલી કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો.

યુઝવેન્દ્ર અને ધનશ્રી મુંબઈની ફેમિલી કોર્ટમાં હાજર હતાં. યુઝવેન્દ્રના વકીલ નીતિન ગુપ્તાએ આ વાતની પુષ્ટિ કરી છે.

બુધવારે ચહલની અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈ હાઈકોર્ટે ફેમિલી કોર્ટને 20 માર્ચે પોતાનો ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ચહલ 21 માર્ચથી ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તેને IPLમાં ભાગ લેવાનો છે.

બાર એન્ડ બેન્ચની વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ પણ માફ કરી દીધો છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે કહ્યું કે, ‘તે બંને છેલ્લાં અઢી વર્ષથી અલગ રહે છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.’

ચહલ અને તેની પત્ની ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. જોકે, ચહલ અને ધનશ્રી તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

યુઝવેન્દ્ર ચહલે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેણે ધનશ્રીને સમાધાનની અડધી રકમ આપી દીધી છે. તેથી, તેમનો 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવો જોઈએ, જેને હવે હાઇકોર્ટે સ્વીકારી લીધો છે.

કૂલિંગ પિરિયડનો અર્થ એ છે કે છૂટાછેડાની અરજી પછી પતિ-પત્નીને 6 મહિના માટે થોડા સમય સાથે રહેવાનો આદેશ આપવામાં આવે છે. જેમાં બંને પક્ષોને છૂટાછેડા વિશે ફરીથી વિચારવાનો સમય આપવામાં આવે છે.

આ પણ વાંચો, World Sparrow Day: 20 માર્ચે જ કેમ ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? જાણો તેની પાછળનો ઇતિહાસ અને રસપ્રદ વાતો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *